Mount Abu - માઉન્ટ આબુમાં 3 દિવસ પ્રવાસીઓની અવર-જવર પર રોક
પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ વણસી છે. આબુ રોડથી માઉન્ટ આબુના માર્ગ પર સાતઘૂમ પાસે રસ્તા પર ભૂસ્ખલન થયું છે.
. જેમાં રાત્રીના 8:30 થી સવારે 6:00 વાગ્યાં સુધી સંપૂર્ણ રોક છે. ભારે વરસાદથી આબુ રોડનો રસ્તો તૂટી જતાં નિર્ણય લેવામાં આવ્યો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય છે. જેમાં આબુમાં પ્રવાસીઓની અવર-જવર રોક લગાવવામાં આવી છે. તેમજ હોટલ માલિકોને 3 દિવસ હોટલ ખાલી રાખવા આદેશ છે.
માઉન્ટ આબુના માર્ગ પર સાતઘૂમ પાસે રસ્તા પર ભૂસ્ખલન થયું છે.
ઉલ્લેખનીય છે કે નાના વાહનોને અવર જવર કરવા છૂટ અપાઈ છે. જેમાં માઉન્ટ આબુના સાતઘૂ નજીક રોડની એક સાઈડની દિવાલ ધરાશા સાયી થઇ છે
માઉન્ટ આબુની ઉપર સ્થિત પર્યટકોને નાના વાહનોમાં બેસાડી ધીમે ધીમે નીચે ઉતારવામાં આવી રહ્યા છે. આબુ રોડથી માઉન્ટ આબુ જતાં રસ્તા પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર આવશ્યક ચીજ વસ્તુ લઈ જતાં વાહન તથા સ્થાનિકોને જ જવાની મંજૂરી આપવામાં આવશે.