1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (18:37 IST)

રાજકોટમાં બાલાજી વેફરના ગોડાઉનમાં લૂંટ, ચોકીદારને બંધક બનાવી 1.95 લાખ લઈ લૂંટારા ફરાર

Robbery
ગુજરાતમાં ચોરી અને લૂંટના કેસ વધી રહ્યાં છે. પોલીસનું નાઈટ પેટ્રોલિંગ પણ સવાલોમાં ઘેરાયું છે. તાજેતરમાં જ હાઈકોર્ટે પોલીસ તંત્રને પેટ્રોલિંગને લઈને આદેશો આપ્યા હતાં. પરંતુ ચોરો અને લૂંટારાઓને હવે પોલીસને કોઈ ડર રહ્યો ના હોય તેમ બનાવો વધી રહ્યાં છે.રાજકોટમાં બાલાજી વેફર્સના ગોડાઉનમાં ચોકીદારને બંધક બનાવીને લૂંટારા 1.95 લાખની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. 
 
બાલાજી વેફર્સના ડીલરે મીડિયાને જણાવ્યું હતું કે, 3 જેટલા લૂંટારુઓ અમારા ગોડાઉન પર આવ્યા હતા  જેમાંથી એક લુટારુએ વંડો ઠેકીને અંદર પ્રવેશ કરીને ગોડાઉનનો દરવાજો ખોલી નાખ્યો હતો. ત્યાર બાદ બીજા બે લૂંટારુ અંદર પ્રવેશ્યા હતાં. ગોડાઉનના ચોકીદાર બેઠા હતા જેને લૂંટારુઓ બંધક બનાવી ગોડાઉનમાં રાખેલા 1.95 લાખ લૂંટી ફરાર થઇ ગયા છે. ચોકીદારે આ બનાવની જાણ ગોડાઉન માલિકને કરી હતી. ત્યારે ગોડાઉનના માલિક તાત્કાલિક ગોડાઉન પર પહોંચી ગયા હતાં. તેમણે પોલીસને જાણ કરી હતી. 
 
ગોડાઉનમાં અવાજ થતાં જ ચોકીદાર જાગી ગયા હતા તેમણે વૃદ્ધ ચોકીદારને માર માર્યો હતો. એક શખસે છરી બતાવી ધમકી આપી હતી. બે શખસો ઉપરના માળે જઈને ત્યાં ઓફિસના તાળા તોડી અંદર રહેલી 1.95 લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી. આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ચોકીદારની પણ પુછપરછ શરૂ કરી હતી. તેમજ બનાવમાં કોઈ જાણભેદુ સામેલ છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.