ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 જુલાઈ 2025 (12:17 IST)

Sabar Dairy Protest- પશુપાલઓના વિરોધ સામે સાબર ડેરીનુ એલાન, ભાવફેર આપવાની કરી જાહેરાત

સાબરકાંઠા અને અરવલ્લી ગામે ચાલતા વિવાદ નું નિર્ણય આવી ગયું છે. સાબરડેરીના ડિરેક્ટર જયંતિ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે પશુપાલકો ની માંગ સામે સાબર ડેરીએ ભાવફેરની જાહેરાત કરી છે.  ગત વર્ષની સરખામણીએ માંગ પ્રમાણે ભાવફેર આપવાનો નિર્ણય લેવાયો છે. વાઇસ ચેરમેન સાથે સ્થાનિક ડિરેક્ટર આ નિર્ણય કર્યો છે.
 
સાબરકાંઠાના સાબર ડેરી  દિવસ ના આંદોલન પછી પશુપાલકો ને રાહત મળી. એક ખેડૂત ના દુઃખદ અવસાન પામ્યા. ડેરી ખેતી દેશ માં કૃષિ પછીની બીજી સૌથી મોટી આર્થિક પ્રવર્તી તરીકે ઊભરી છે. જેમાં ૭૦% કરતા વધુ ગ્રામ્ય પરિવારોએ પશુપાલન સાથે જોડાયેલા છે, ખાસ કરીને નાના ખેડૂતો, જેઓ બેથી પાંચ પશુઓ પડે છે.
 
આ મુદ્દે એફએસએલ ની ખાસ ટીમ મેદાન માં ઉતારી હતી. સહકાર મંત્રી એ ડેરીના ચેરમેન અને એમડી પાસે ખુલાસો માગ્યો હતો. ત્યાર બાદ બેઠક ઉપરાત આ નિર્ણય લેવા માં આવ્યો.
 
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક પશુપાલકો હાલ દૂધના ભાવને લઈને ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. તેમને યોગ્ય ભાવ ન મળતા વિરોધ કરી રહ્યા હતા  આ કારણે તેઓ સાબર ડેરીમાં દૂધ આપવાનું બંધ કરી રહ્યા છે. ઘણા પશુપાલકો તો રોષમાં આવીને ડેરી સુધી દૂધ પહોંચાડવાને બદલે અડધા રસ્તે જ દૂધના ટેન્કરોનું દૂધ રસ્તા પર ઢોળી રહ્યા હતા.