ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 30 ઑક્ટોબર 2019 (11:36 IST)

અમદાવાદમાં આવેલું સરદાર પટેલનું ઘર બની ગયું પાર્કિંગ પોઇન્ટ

પાર્કિંગની સમસ્યાએ ઇતિહાસ પર પણ 'અતિક્રમણ' કરી લેવામાં આવ્યું છે. જી હા ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભાઇ પટેલનું ઘર હવે પાર્કિંગ સ્થળમાં ફેરવાઇ ગયું છે. લાલ દરવાજા સ્થિત સરદાર પટેલનું ભવન આ ભીડભાડવાળા વિસ્તારમાં દિવસે 'પાર્કિંગ'ના રૂપમાં બદલાઇ જાય છે. 
સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર બે અઠવાડિયાથી સ્મારકના પ્રાંગણમાં પોતાની કાર ઉભી રાખે છે. તેમને કહ્યું કે એક છોકરો ગાડી ઉભી રાખવા માટે 5 રૂપિયા લે છે. જોકે ગત ત્રણ-ચાર દિવસથી તે દેખાતો નથી. મને ખબર ન હતી કે આ સત્તાવાર પાર્કિંગ સ્થળ છે કે નહી. 
એક વકીલના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી સ્મારક ભવનનો ગેટ બંધ હતો. પરંતુ થોડા દિવસો પહેલાં ખુલી ગયો છે. હું મારી ગાડી અહીં પાર્ક કરું છું. બીજી તરફ ઇતિહાસકારોનું કહેવું છે કે આ દુખદ સ્થિત છે કે કારણ કે કેટલાક લોકોને આ ઘરના મહત્વનો અહેસાસ નથી. તમને જણાવી દઇએ કે આ ઘરથી સરદાર પટેલે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. અહીં રહીને તેમણે મહાત્મા ગાંધીની સાથે મળીને દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. 
 
સરદાર પતેલ 1913માં નડીયાદથી અમદાવાદ આવ્યા હતા. 1917માં સરદાર પટેલે આ મકાનમાં રહેવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે સરદાર પટેલનું આ મકાન બાપૂની સ્વંત્રતા રણનિતીઓ અને સાર્વજનિક બેઠકોની યોજના બનાવવાનું કેંદ્વ બની ગયું હતું. આ મકાનમાં તે સૌથી વધુ દિવસ રહ્યા હતા એટલા માટે તેને સ્મારકના રૂપમાં આપવામાં આવ્યું હતું. 
 
1917માં સરદાર પટેલ દરિયાપુર વોર્ડમાંથી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. પછી 1924માં 1928 સુધી નગરપાલિકાના અધ્યક્ષ પણ રહ્યા. મહાત્મા ગાંધી જ્યારે પણ પાસે આવેલા પ્રેમાભાઇ હોલમાં વ્યાખ્યાન આપવા જતા હતા, સરદાર પટેલના ઘરે જરૂર જતા હતા.