શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , રવિવાર, 9 જૂન 2024 (00:41 IST)

ગુજરાતના 7 જિલ્લામાં 15 વોટરપાર્ક પર SGSTના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઈ

gujarat water park
gujarat water park

 
ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં લોકો વોટર પાર્કમાં મજા માણવા જતા હોય છે. ત્યારે વેકેશનના સમયમાં વોટર પાર્ક દ્વારા અવનવી સ્કીમો પણ શરૂ કરવામાં આવે છે. રાજ્યમાં હવે વેકેશનનો સમય પૂરો થવામાં છે ત્યારે SGST દ્વારા રાજ્યમાં 6 જિલ્લામાં આવેલા 15 વોટર પાર્ક પર દરોડા પાડવામાં આવ્યાં છે. 15 વોટર પાર્કના 27 જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. 
 
57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે SGST વિભાગ દ્વારા અમદાવાદ, હિંમતનગર, નવસારી, મહેસાણા, રાજકોટ, ખેડા, બનાસકાંઠા જિલ્લાઓમાં આવેલા 15 જેટલા વોટરપાર્ક પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં, વોટરપાર્કમાં વિવિધ સેવા માટેના વ્યવહારો રોકડેથી કરી ચોપડે નહોતા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. વોટરપાર્કના માલિકોએ વિવિધ વ્યવહારો ચોપડે ન દર્શાવી કરોડોની કર ચોરી આચરી હોવાનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન 57 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા હતા.આ દરોડામાં કોસ્ટ્યુમ, લોકર અને મોબાઈલ કવર માટે વ્યવહારો સામે આવ્યા છે. રૂમના ભાડાની વસૂલાત ક્યુઆર કોડથી સંબંધીઓના ખાતામાં જમા કરતા હતા. GSTની એન્ટ્રી ફી ચોપડા પર ન દર્શાવતા કરચોરીની વિગતો સામે આવી છે
 
આ જિલ્લાઓમાં વોટર પાર્ક પર દરોડા
અમદાવાદમાં ફલેમિંગો વોટરપાર્ક એન્ડ રિસોર્ટ, 7S વોટરપાર્ક એન્ડ એડવેન્ચર, જલધારા વોટર વર્લ્ડ, સ્વપ્ન સૃષ્ટી વોટરપાર્ક, હિમતનગરમાં વોટરવીલે વોટરપાર્ક, સુસ્વા વોટરપાર્ક, મહેસાણામાં બ્લીસ એક્વા વોટર રિસોર્ટ, શ્રી ગણેશા ફનવર્લ્ડ, નવસારીમાં મોદી વોટર રિસોર્ટ એન્ડ એમરોઝમેન્ટ પાર્ક, રાજકોટમાં વોટરવેલી રિસોર્ટ પ્રા,લી, એક્વાટિક વોટરપાર્ક, ધી હેવન વોટર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ, ધી સમર વેવ્સ વોટરપાર્ક, બનાસકાંઠામાં શિવધારા રિસોર્ટ, ખેડામાં વોટરસિટી વોટરપાર્ક.