રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 8 જૂન 2024 (16:48 IST)

આજથી 13 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે. આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાશે.
 
આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકે આગામી પાંચ દિવસના હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત માટે આવનારા ચાર દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. આ ચાર દિવસ દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. બીજી તરફ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમેરલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
 
સાપણ અને સુકતા નદીમાં નવાં નીર આવ્યાં
ઉપરવાસના મધ્ય પ્રદેશમાં રાત્રી દરમિયાન ભારે વરસાદને પગલે કવાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. ચોમાસાના આગમન પહેલાં જ કવાંટના ઉમઠી ગામની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસના મધ્ય પ્રદેશમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે દેવહાંટ ખાતેથી પસાર થતી સુકતા નદીમાં નવા નીર આવ્યા છે. જ્યારે બીજી બાજું ચલામલીમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી વહેવા લાગ્યું છે. હાલ ખેડૂતો ખેતીની નવી સિઝનની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ વરસાદ પડતાં ખેડૂતો આગામી ચોમાસાને ધ્યાનમાં લઇને વરસાદ પહેલાં ખેતર તૈયાર કરવા મથી પડશે