શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 28 જૂન 2020 (11:38 IST)

ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમને તાવ આવી રહ્યો હતો. ત્યાર બાદ શનિવારે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન કરાયા. પરંતુ હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 
 
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં  કોરોના પોઝિટિવનો કુલ આંક 30,770ને પાર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1,790 અને ડિસ્ચાર્જનો કુલ આંક 22,417 પર પહોંચ્યો છે.