1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2019 (12:34 IST)

પોલીસનું જાહેરનામું, સોશિયલ મીડિયાને લઇને અપાયો મોટો સંદેશ

ભારત અને પાકિસ્તાનની સરહદો પર ભારે તણાવની સ્થિતિ છે.  ત્યારે સોશિયલ મીડિયા બન્ને દેશો માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં જાત જાતના ખોટા મેસેજો, ફોટાનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકોની ધાર્મિક અને સામાજીક લાગણી ન દુ:ભાય તેના માટે પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે.  ભારે તણાવના માહોલ વચ્ચે રાજ્યનાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.જાહેરનામા પ્રમાણે પોલીસે લોકોને ખોટા મેસેજથી બચવા માટે કહ્યું છે. અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે, અને કોઇની લાગ્ણી ન દુભાય તેવા મેસેજ પણ ન કરવા કહ્યું છે. પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને સંદેશો આપ્યો છે કે સામાન્ય માણસને ગભરાવવાની જરૂર નથી. પરંતુ તમારી આસપાસ કોઇ શંકાશીલ વસ્તુ કે હિલચાલ દેખાય તો તાત્કાલિક તમે પોલીસ કંટ્રોલ રૂમ 100 અથવા તો સિક્યુરિટી ફોર્સને જાણ કરવા જણાવ્યું છે.