મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 માર્ચ 2021 (10:08 IST)

મોટેરા સ્ટેડીયમ ખાતે ઈન્ડીયા ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ પૂર્વે યોજાઇ મોટેરા થાલી ચેલેન્જ

ભારત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ સીરીઝ જીતી ગયુ તે પછી ક્રિકેટ રસીકો ટી-20 એકશનની પ્રતિક્ષામાં છે. #ઈન્ડિયાતૈયારહૈ! શહેરમાં સ્ટાર સ્પોર્ટસ રાસ ‘એન્થેમ’ સાથે ઉત્સાહનો માહોલ રચાયો છે ત્યારે અમદાવાદીઓએ કોર્ટયાર્ડ મેરીયોટ્ટ ખાતે ધ મોટેરા થાલી ચેલેન્જમાં ભાગ લીધો હતો. 
સ્ટાર સ્પોર્ટસે ગ્રાહકોને તેમના પરીવાર અને મિત્રો સાથે (મહત્તમ ચાર વ્યક્તિ)  સાથે પાંચ ફૂટની થાલી ચેલેન્જ પૂરી કરવાના પડકાર માટે આમંત્રિત કર્યા હતા. ક્રિકેટ થીમ ધરાવતી આ થાળીના મેનુમાં ધવન ઢોકળાં અને પુજારા પાત્રાં ઉપરાંત અન્ય ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. 
 
અમદાવાદના ક્રિકેટ ઉત્સવની ઉજવણીમાં ભૂતપૂર્વ  ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે પણ ધ મોટેરા થાલી ચેલેન્જમાં ઉત્સાહભેર લીધો છે. આ 12 માર્ચથી ભારત-ઈંગ્લેન્ડ ટી-20 ક્રિકેટ સીરીઝ સ્ટારસ્પોર્ટસ  નેટવર્ક અને ડીઝની+ હોટસ્ટાર વીઆઈપી ઉપર જોઇ શકાશે.