સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ્|
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (12:23 IST)

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના લારી ગલ્લા દૂર કરતાં સ્થાનિકોએ ભીખ માંગીને વિરોધ કર્યો

તાજેતરમાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક અધિકારીને અંગ્રેજ તરીકે ગણાવી દીધાં હતાં તેનું કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ લારી ગલ્લાવાળાઓની રોજગારીને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે ત્યારે નર્મદા નિગમના એક નિર્ણયથી 300 થી વધુ પરિવારોની રોજીરોટી છીનવાઇ જતાં તેઓ બેરોજગાર બની ગયા છે. રોજગારી છીનવતા સ્થાનિક ગ્રામજનોએ સ્ટેચ્યુ ખાતે ફરવા આવનારા પ્રવાસીઓ પાસે ભીખ માંગી અનોખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્ટેચ્યુ ખાતે મોટી સંખ્યામાં લોકો ભીખ માંગતાં જોઇ એક ક્ષણે પ્રવાસીઓ આશ્ચર્યમાં પડ્યાં હતાં. જોકે બાદમાં તેઓએ તેમની આપવિતી જાણતાં નિગમના કૃત્યથી રોજગારી છીનવાઇ જવાની વાતથી દિલગીરી વ્યક્ત કરી હતી. કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નિગમ દ્વારા 300થી વધુ લારી ગલ્લામાં દુર કરી દેવાયાં છે. ત્યારે રોજગારી છીનવાઇ જતાં કેવડિયાની શિક્ષિત મહિલાઓ, યુવાનો અને આગેવાનો તેમજ રોજગારી ગુમાવનારા લોકોએ હાથમાં કટોરી લઇને પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રવાસીઓને તેવો બેરોજગાર બનતા ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમકે જે ઘરનો ચૂલો સળગે એટલું કમાતા હતાં. એ તો આ અધિકારીઓએ છીનવી લીધો એટલે આમે ભીખ માંગી રહ્યા છે કહી વિરોધ કરતા હતા. જે સ્થાનિકો ભીખ માંગી રહ્યા છે, તેમની રોજગારી આધિકારીઓએ છીનવી હોવાનું પ્રવાસીઓને માલુમ પડતાં તેઓએ પણ અધિકારીઓ પર ફિટકાર વરસાવી હતી. ઉપરાંત દુકાનો બંધ રહેતા પ્રવાસીઓએ પણ સ્વીકાર્યું કે આ લોકો વગર પ્રવાસીઓને ખુબ મુશ્કેલી પડી રહી છે.