ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By ન્યુઝ ડેસ્ક|
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (12:15 IST)

વલસાડ તિથલ બિચ પર દારૂ પી તોફાન કરતા 6 નબીરા ઝડપાયા

તિથલ બીચ પર આવેલ વોક-વે પર દારૂ પીને તોફાન કરતા 6 જેટલા નબીરાઓને વલસાડ સીટી પોલીસ દ્વારા ઝડપી પાડ્યા
  
 
તિથલ બીચ પર આવેલ વોક-વે પર દારૂ પીને તોફાન કરતા 6 જેટલા નબીરાઓને વલસાડ સીટી પોલીસ દ્વારા ઝડપી પાડ્યા હતા. પોલીસ ઇન્ટરોગેશન દરમિયાન આરોપીઓ દ્વારા ગણેશ મંડળ માં જાગરણ કર્યું હોવાને લઈને દારૂ નું સેવન કર્યું હોવાનું કબુલ્યું હતું.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં હાલ ગણપતિ મહોત્સવની ધૂમ મચી છે, ત્યારે કેટલાક લોકો આ મહોત્સવનું બહાનું બાનવી દારૂની પાર્ટી કરવામાં લિન થઇ જાય છે. ત્યારે ગણેશ મહોત્સમાં ગણેશ ભક્તિને બદલે આજની પેઢી વિવિધ દુષણમાં લાગી ગઈ છે. વિસર્જન વખતે ડીજેમાં અસ્લીલ ગીતો ગાઈ બિન્દાસ્ત મસ્તી કરતા પણ કેટલાક જોવા મળે છે. ત્યારે આ 6 યુવાનોએ ગણપતિના જાગરણ બાદ દારૂની મેહફીલ માણી હતી.