શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જુલાઈ 2021 (13:06 IST)

આજથી ધોરણ 9 થી 11ની ઓફલાઈન સ્કુલ શરૂ પણ વાલીઓમાં જોવા મળી નિરસતા

રાજ્યમાં ધોરણ 12 બાદ હવે આજથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સેનિટાઈઝર અને થર્મલગનથી ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 50 ટકા કેપેસિટીને કારણે આજથી વિદ્યાર્થીઓને ઓડ-ઈવન પદ્ધતિથી ભણવું પડશે. 
 
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
 
કોરોનાને કારણે વર્ગમાં કેપેસિટી સાથે જ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે ધોરણ 12ના વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. હવે આજથી ધોરણ 9થી 11નાં બાળકોને પણ 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવશે, જ્યારે અન્ય 50 ટકાને બીજા દિવસે બોલાવવામાં આવે છે, એટલે કે એક વિદ્યાર્થી જે દિવસે આવે તેના બીજા દિવસે વિદ્યાર્થીને આવવાનું રહેતું નથી. બીજા દિવસે અન્ય વિદ્યાર્થીઓ આવે છે, જે બાદ ત્રીજા દિવસે ફરીથી પહેલા દિવસે આવેલા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આમ, ઓડ-ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને આ પદ્ધતિથી જ 9થી 11ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.