શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (12:26 IST)

ધ્રૂજાવી નાખે એવો અકસ્માત- સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માત

સુરતમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં સુરતના બે ભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછલ કાર અથડાઈ હતી. આ કારમાં સવાર ત્રમ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને મહામેહનતે બરા કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આખી કાર પડીકું વળી ગઈ હતી.
 
ફાયર વિભાગની ટીમને કટરથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા. મૂળ ઓડિશાનો અને છેલ્લાં 15 વર્ષોથી સુરતમાં સ્થાયી દિનેશની કારનો કવાસ પાટિયા
નજીક અકસ્માત થયો હતો, જેમાં દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત થયું છે. જ્યારે ધો.10માં અભ્યાસ કરતા ગૌતમ ગુણિયલ નામના બાળકનું પણ મોત
નીપજ્યું છે.