મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑગસ્ટ 2023 (08:49 IST)

Surat- ડાયમંડ હૉસ્પિટલમાં એક જ દિવસમાં 31 બાળકોની ડીલીવરી

railway station
સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 31 ડીલીવરી થતાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. 
 
એક સાથે 31 દીકરી-દીકરાનો જન્મ થતા એક અલગ જ પ્રકારનો રેકોર્ડ સર્જી દીધો છે. તમામ જન્મેલા 31 બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્પિટલની ટીમે ખૂબ મહેનત કરી છે
 
આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 છે અને દીકરીનો જન્મ થાય તો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ માત્ર 5000 છે. 
 
તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે.  

Edited By- Monica sahu