રવિવાર, 28 ડિસેમ્બર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (19:05 IST)

Surat Fire News: સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ, 14 કર્મચારીઓ દઝાયા

Surat Fire News
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારેકે જણાવ્યું હતું કે દાગીના બનાવવા માટે સોનાને ઓગળવા માટે વપરાતી ગેસ પાઈપલાઈનમાં લીક થવાને કારણે બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી.
 
કતારગામ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપની 'આરવી ઓર્નામેન્ટ્સ'ના 14 કર્મચારીઓ આગમાં દાઝી ગયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે. અન્ય ફાયર ઓફિસરે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ અન્ય સ્થળોએ ફેલાય તે પહેલા જ તેને બુઝાવી દેવામાં આવી હતી.