શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (18:03 IST)

સુરતમાં કોંગ્રેસની કારમી હારથી કાર્યકરો ગીન્નાયા, પક્ષપ્રમુખ રાયકા, તુષાર ચૌધરી અને કદીર પીરઝાદાના પૂતળાં સળગાવી નારેબાજી કરી

Surat news
સુરત કોંગ્રેસની શરમજનક હાર થતાની સાથે જ કોંગ્રેસે કાર્યકર્તાઓ ભારે હતાશ અને રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સીધા આક્ષેપ કર્યો છે કે, સુરત કોંગ્રેસ-ભાજપના હાથે વેચાઈ ગઈ છે. 120 બેઠકો પર ઉમેદવારો ની ટિકિટ વેચી નાંખી હોવાની ફરિયાદો કરી રહ્યા છે. સુરત શહેર કોંગ્રેસની હાર પાછળ આ ત્રણેય નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે.કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોતાના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સેટીંગ કરીને નબળા ઉમેદવારો ને જે તે વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદ કરે છે. તો કેટલાક ઉમેદવારોને પાસેથી રૂપિયા ખંખેરી લઈને ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ ને ટિકિટ આપવાને બદલે તેમને ટિકિટ ફાળવી દેવામાં આવે છે. જેને કારણે આ પ્રકારે કોંગ્રેસ પક્ષની સતત હાર સુરત શહેરમાં થતી જોવા મળતા હોવાના નારા લગાવી કાર્યકરોએ રોષ ઠાલવ્યો છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમના નેતાગીરીથી ખૂબ જ નિરાશ થયા છે, વારંવાર ભારતીય જનતા પાર્ટી સામે નબળો દેખાવ છતાં પણ સંગઠનની દ્રષ્ટિએ નક્કર પગલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવતા નથી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિધાનસભામાં પણ પૈસા લઈને અયોગ્ય કેન્ડિડેટ કોને ટિકિટ આપી દેવામાં આવે છે,

અથવા તો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તેની સાથે સેટીંગ કરીને નબળા ઉમેદવારને ટિકિટ આપી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે તેવા પણ કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યા છે.કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કદીર પીરજાદા,તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસની મોતી ભરેલી હારને માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતાં. સાથે આ અગ્રણી નેતાઓ વિરૂધ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉચાર્યા હતાં.