શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (12:02 IST)

જમીન વિવાદના લીધે કરોડપતિ પાટીદાર આગેવાની આત્મહત્યા, પીઆઇ સહિત 11 વિરૂદ્ધ ફરિયાદ

ગુજરાતના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાટીદાર નેતા તથા કરોડપતિ ખાન માલિકના આત્મહત્યાના કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ, રાઇટર સહિત 11 પોલીસકર્મીઓ પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. જમીન વિવાદના લીધે પાટીદાર અગ્રણીએ સોમવારે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલાં તેમણે એક સુસાઇટ નોટ પણ લખી હતી. જેમાં પોલીસ કર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 
જાણકારી અનુસાર ઓલપાડની અલગ-અલગ સહકારી સંસ્થામાં સેવા આપનાર પાટીદાર નેતા ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા દુર્લભભાઇ પટેલએ માંડવી નજીક ખંજરોલી ગામમાં નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી. આ કેસમાં માંડવી પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દુર્લભભાઇ ગાંડાભાઇ પટેલ સુરતના રાંદેરમાં સ્થિત સૂર્યપુર સોસાયટીમાં રહે છે. 
 
તેમણે પીસાદમાં બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીનની 17 માર્ચ 2014ના દિવસે સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઇ કોસિયાના નામ પર સોદા ચિઠ્ઠી બનાવી હતી. આ જમીનના મામ્લે વિવાદ થતાં ઇન્કમટેક્સના પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત બે જાન્યુઆરીના દિવસે રાંદેર પોલીસે દુર્ભ્લભાઇને બોલાવ્યા હતા. ત્યારબાદ રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ લક્ષ્મણ બોડાણા સહિત પોલીસ સ્ટાફે જમીનના મામલે તાત્કાલિક નોટરી કરી રાતોરાત લખાવી હતી. 
 
જમીન લખાવ્યા બાદ 30 જુલાઇ 2020ના દિવસે રાંદેરના પીઆઇએ દુર્લભભાઇ અને તેમના પુત્રને પોલીસ સ્ટેશન બોલાવી દસ્તાવેજ માટે દબાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહી પિતા-પુત્ર સાથે ખરાબ વર્તન કર્યું હતું. છ મહિનાના માનસિક દબાણના કારણે દુર્ભલભાઇએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી.  
 
મેનેજરે જણાવ્યું કે, શેઠે સવારે ફોન કરી તેમના રૂમમાં મુકેલી ડાયરીમાં ચિઠ્ઠી છે તે તેમના પુત્ર ધર્મેશને આપવા જણાવ્યું હતું. જેથી હું ખાણ પર આવી ગયો હતો. આ ચિઠ્ઠીમાં પી.આઇ લક્ષ્મણસિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ નટવર દેસાઇ, ભાવેશ કરમસિંહ સવાણી, કનૈયા લાલ નરોલા, કિશોર કોશિયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય બોપાલા, કિરણસિંહ (પી.આઇનો રાઇટર) અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓનાં નામનો ઉલ્લેખ હતો.
 
પોલીસે જણાવ્યું કે દુર્લભભાઇએ આત્મહત્યા કરતાં પહેલાં એક ચિઠ્ઠી લખી હતી. જેમાં પીઆઇ સહિત 11 પોલીસકર્મીઓ દ્વારા માનસિક રૂપથી પરેશા કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે સુસાઇડ નોટના આધારે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ વિરૂદ્ધ આત્મહત્યા કરવા માટે દુષ્રેરણાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. 
 
આ પોલીસકર્મી પર લગાવ્યો આરોપ
P.I.લક્ષ્મણ સિંહ બોડાના
રાજુભાઇ લખભાઇ ભરવાડ (લસકાના)
હેતલ નટવર દેસાઇ (વેસૂ)
ભાવેશ કરમસિંહ સવાણી (કતરગામ)
કન્હૈયાલાલ નરોલા (કતારગામ)
કિશોર ભૂરાભાઇ કોશિયા (અઠવા)
વિજય શિંદે
મુકેશ કુલકર્ણી
અજય બોપલા
કિરણ સિંહ (રાઇટર)
રાંદેર પોલીસમાં કામ કરનાર વધુ એક પોલીસકર્મી