શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (10:38 IST)

મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ભાઇએ ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા, મોતનું રહસ્ય અકબંધ

ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રીના પિતરાઇ ભાઇએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણકારી પરિવારસના સભ્યોએ પોલીસને આપી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ મહેસૂલ મંત્રી પિતરાઇ ભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. મહેસૂલ મંત્રીના પિતરાઇ ભાઇએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે હજુ જાણવા મળ્યું નથી. પરિવારના મુખિયાની આત્મહત્યાના કારણે પરિવારના સભ્યોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 
 
રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના 65 વર્ષીય પિતરાઇ ભાઇ ગૌતમભાઇ અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થિત શિલજના શાલીન બંગ્લોઝમાં પોતાના પરિવાર સાથે રહે હતા. ગૌતમ પટેલને કોઇ કારણોસર પોતાના ઘરમાં ફાંસી લગાવીને જીવનલીલા શંકેલી દીધી હતી. 10.30 વાગ્યાની આસપાસ ગૌતમભાઈ ઉપરના માળે રૂમમાં ગયા હતા અને ગળાફાંસો ખાઈ લીધો હતો. 15-20 મિનિટ બાદ તેમના પત્ની ઉપર રૂમમાં ગયા અને દરવાજો ખોલી જોયું તો ગૌતમભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમણે જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરમાં જ હતા. 
 
આ ઘટનાની જાણકારી પરિવારના સભ્યોએ બોપલ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણકારી આપી હતી. મહેસૂલ મંત્રીના પિતરાઇ ભાઇની આત્મહતાની જાણકારી મળતાં બોપલ પોલીસમથકના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે તાપ્સ કરી 65 વર્ષીય ગૌતમ પટેલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. 
 
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર આત્મહત્યા કેમ કરી છે તે અંગે હાલ કોઈ ચોક્કસ કે પ્રારંભિક કારણ સામે આવી શક્યું નથી. અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘરમાંથી સ્યુસાઇડ નોટ નથી મળી આવી. તેમણે ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.