વિધાનસભામાં મહેસૂલ મંત્રીએ આપ્યો જવાબ, ઝડપી અને સરળીકરણ માટે પોલિસી અને પેપરવર્ક રિફોર્મ અપનાવાયા છે

Last Modified મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (16:23 IST)
ઝડપી અને સરળીકરણ માટે પોલિસી અને પેપરવર્ક રિફોર્મ અપનાવાયા છે, મહેસૂલ મંત્રીએ આપ્યો જવાબ
ગુજરાત સરકારે રાજ્યના તમામ વિભાગોની કામગીરી સરળ, ઝડપી, કોમ્પ્યુટરાઇઝ્ડ અને લોકાભિમુખ બનાવી છે. ખાસ કરીને રાજ્યના મહેસૂલ વિભાગમાં વધુ ઝડપ અને સરળીકરણ માટે પોલિસી અને પેપરવર્ક રિફોર્મ અપનાવ્યા છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં તમામ નોંધોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવેલ છે. ૯૦ દિવસથી વધુ સમયમર્યાદા વાળી એકપણ નોંધ બાકી રહેવા પામેલ નથી તેમ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા અમરેલી જિલ્લામાં હક્કપત્રક નોધોના નિકાલ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.
કૌશિક પટેલે કહ્યું હતું કે, આ ઉપરાંત કચ્છ જિલ્લામાં વારસાઇ હક્ક માટે છેલ્લા બે વર્ષમાં તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૧૦,૦૯૬ અરજીઓ આવી હતી જેમાંથી ૧૦,૦૯૫ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. બાકી રહેલ એક અરજી તકરારી હોવા બાબતની જાણકારી આપેલ છે. ગત તા. ૨૨
નવેમ્બર-૨૦૧૯ના રોજ મહાત્મા મંદિર ખાતે ‘મહેસૂલમાં ક્રાંતિ’ નામનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મહેસૂલ ક્રાંતિ અંતર્ગત i-ORA હેઠળ હક્કપત્રક સહિત વિવિધ ૧૧ પ્રકારની નોંધો કોમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઇન કરવામાં આવી છે.

આજે મહેસૂલ ક્રાંતિ હેઠળ ૬, ૭, ૮ અને ૧૨-અની નોંધો વધુ
સુરક્ષિત બની છે. ૮ કરોડથી વધુ પાનાઓને કોમ્પ્યુટરાઇઝ્ડ કરાયા. ખૂબ જ ઝડપથી એન.એ.ની મંજૂરી અપાય છે. આ ઉપરાંત, પ્રજાહિતમાં લોકોની જરૂરિયાત મુજબ આગામી સમયમાં પણ આવશ્યક સુધારા વધારા કરવા અમે કટિબદ્ધ છીએ.


આ પણ વાંચો :