મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 7 નવેમ્બર 2021 (14:11 IST)

સુરેન્દ્રનગરમાં પોલીસનું એન્કાઉન્ટર- પિતા-પુત્રનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેડિયા ગામે સામસામે ફાયરિંગમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. માલવણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગુજસીટોકના આરોપી હનીફ ખાન ઉર્ફે કાળુ ખાન અને તેના પુત્ર મદીન ખાને પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. જેમાં આરોપી પિતા-પુત્રના મોત નિપજ્યાં. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.