રવિવાર, 4 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (14:13 IST)

સુરતમાં વાંદરા સાથે સેલ્ફિ લેવી ભારે પડી, યુવકને બે બચકાં ભરી વાંદરો ઝાડ પર ચઢી ગયો, યુવક હોસ્પિટલ ભેગો થયો

સુરતના ઉનના એક મંદિરમાં વાંદરાએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. વાંદરાએ યુવકને બચકું ભરી લેતા ભાગદોડ મચી ગઇ હતી. સમગ્ર હુમલો વાંદરા સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં થયો હોવાનું ઇજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું. હવે ક્યારેય વાંદરા જોડે સેલ્ફી નહિ લઉં તેમ ઈજાગ્રસ્ત યુવકે સિવિલ હોસ્પિટલમાં તબીબોને કહ્યું હતું.દિગમ્બર પાટીલએ જણાવ્યું હતું કે, ઘટના આજે સવારે જ બની જ હતી. ઘર નજીક એક હનુમાનજીનું મંદિર આવેલું છે. હું રોજ દર્શન કરવા જાવ છું. આજે મંદિરે ગયો તો એક વાંદરો બાકડા પર બેઠો હતો. મન થયું તો બે-ચાર ફોટો ખેંચ્યા ત્યારબાદ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો એટલે વાંદરાએ એટેક કરી નાખ્યો હતો. હાથમાં કરડી લીધું જેથી ગણતરીની મિનિટોમાં ભાગદોડ મચી ગઇ હતી.હુમલાને સ્થાનિક લોકો જોતા જ રહી ગયા હતા. વાંદરો મારા પર જ હુમલો કરી ગુસ્સે ભરાયો હતો. જોત જોતામાં લોકો મદદે આવ્યા તો વાંદરો ઝાડ પર ચઢી ગયો હતો. પછી પણ એની નજર મારા પર જ હતી. લોકોએ 108 બોલાવી મને સિવિલ હોસ્પિટલ લઈ ગયાહતા. હાથ પર વાનરની બે બાઈટ જોઈ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.