શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 28 જુલાઈ 2023 (13:07 IST)

PM મોદી સહિતના મહાનુભાવોના વોટર આઇડીમાં ચેડાં કરનાર આરોપી બિહારથી ઝડપાયો

arrest
પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા પરંતુ કોર્ટે તેને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલ્યો
 
Ahmedabad Samachar -  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મતદાર યાદીની સંબંધિત વિગતોમાં ચેડા કરી ગુનો આચરનાર આરોપી મદનકુમાર ઉર્ફે અર્પણ ધર્મેન્દ્રકુમાર દ્વિવેદીને સાયબર કાઇમ પોલીસે બિહારથી ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપીએ છેલ્લા બે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિતના મહાનુભાવોના વોટર્સ આઇડીમાં ચેડા કર્યા હતા અને પોતાનો મોબાઇલ લીંક કરી દેતો હતો.
 
પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસે આરોપી મદનકુમાર ઉર્ફે અર્પણ ધર્મેન્દ્રકુમાર દ્વિવેદીને આજે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે કે, એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને તેને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં શ્રીરંગ સોસાટી ખાતે રહેતા ફરિયાદી સૂરજ ગૌતમકુમાર બારોટે સાયબર ક્રાઇમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧-૭-૨૦૨૩ના રોજ કોઇ અજાણ્યા શબ્દ દ્વારા વોટર હેલ્પલાઇન એપ્લીકેશન મારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મતદાર યાદીની વિગતોમાં રિલેશન ટાઇપમાં સુધારો કરવાની અને ફોર્મ ન-ના ઓપ્શન- ૨માં પેટા ઓપ્શન-જમાં ફાયરની જગ્યાએ અન્ય નામથી લખાણ લખી સબમીટ કરી ચેડા કરી ગંભીર ગુનો આચર્યો હતો. 
 
મોબાઇલ નંબર તથા ઇમેલ આઇડી સાથે લીંક કરી દેતો
સાયબર કાઈમ પોલીસે ગુનાની તપાસ હાથ ધરી આરોપીનો મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી મેળવી ટેકનીકલ માહિતી એકત્ર કર્યા બાદ તેણે બિહારના મુઝફ્ફરનગર ખાતેથી આ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાનું સામે આવ્યું  હતું. જેથી પોલીસે એક તપાસ ટીમ બિહાર મોકલી મુઝફ્ફરપુર, બિહારના સદાતપુર ગામના વતની મદનકુમાર ઉર્ફે અર્પણ દ્વિવેદીને ઝડપી લીધી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિની સામે આવી હતી કે, છેલ્લા બે માસમાં આરોપીએ વડપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના, ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાલી સહિત ૧૧ જેટલા મહાનુભાવોના વોટર્સ આઇડીમાં ચેડા કર્યા હતા. એટલું જ નહી, આરોપી ભારત દેશના કોઈપણ વોટર્સના એપીક આઇડીને પોતાના મોબાઇલ નંબર તથા ઇમેલ આઇડી સાથે લીંક કરી દેતો હતો.