સંબંધિત સમાચાર
- નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત
- અલનિનો ઇફેક્ટ - એક સમયે જ્યા વરસાદ ઓછો હતો ત્યાં મેઘરાજા મહેરબાન, ત્રણ દાયકામાં કચ્છ- સૌરાષ્ટ્રમાં વરસાદનું વધ્યું
- અમદાવાદમાં બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર
- ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર
- સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી, આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર
Navsari Rain - નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકો ને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.
Navsari Gujarat
— M G (@movohra) July 27, 2023
28/07/2023
1AM IST pic.twitter.com/kJPaAI9Y5V
નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે.
પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટી થી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
