શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવસારી: , બુધવાર, 18 મે 2022 (15:11 IST)

લગ્નમાં મળેલી ભેટમાં બ્લાસ્ટ થતા વરરાજા અને 3 વર્ષનો ભત્રીજો ગંભીર રૂપે ઘાયલ

blast in gift
વાંસદાના નજીકના ગામમાં લગ્નમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલા રમકડાને ચેક કરતા તેમા બ્લાસ્ટ થયો. જાણકાર સૂત્રોના કહેવા અનુસાર ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરવા ગયા ત્યારે અચાનક જ ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને તેનો 3 વર્ષનો ભત્રીજો જીયાન ગાવીત ગંભીર રીતે ઘાયલ થયા છે. બોમ્બ સમાન આ ગિફ્ટ પરિવારની દીકરીના પૂર્વ પ્રેમીએ આપી હોવાની વાત પણ વહેતી થઇ છે. કથિત પ્રેમ સંબંધમાં મળેલી નિષ્ફળતામાં હતાશ થઇ તેણે આ કરતૂત કે હુમલો કર્યાનું પણ કહેવાય રહ્યું છે.
 
મળતી માહિતી અનુસાર વાંસદાના મીંઢાબારી ગામે રહેતાં લતેશ ગાવીતના તાજેતરમાં લગ્ન થયા છે. પ્રસંગ આટોપ્યા બાદ તેઓ મળેલી ગિફ્ટ ચેક કરી રહ્યા હતાં. જેમાં એક રમકડાનું પેકિંગ પણ હતું. આ પેકિંગ ખોલાયું એટલે લતેશનો ભત્રીજો રમકડુ લઇને ચાર્જ કરવા ગયો હતો. લતેસ અને ભત્રીજો રમકડુ ચાર્જ કરવા મૂકયું એટલે તરત તેમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકાભેર રમકડુ ફાટતાં ઘરમાં પહેલા ચીચયારી અને પછી સન્નાટો છવાઇ ગયો હતો. સૌ ભયભીત બની ગયા હતાં. ઘરમાં હાજર પરિવારના સભ્યો, મહેમાનો તથા આડોશી પડોશીઓમાં પણ દહેશત ફેલાઇ હતી.