શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 30 જાન્યુઆરી 2023 (09:52 IST)

રમતાં રમતાં જીંદગીની ઇનિંગ થઇ પુરી, હાર્ટ ફેલ થઇ જતાં યુવકનું મોત

રમતાં રમતાં જીંદગીની ઇનિંગ થઇ પુરી
ખરેખર સાચે જ કહ્યું છે કે જીંદગી અને મોત ભગવાનના હાથમાં છે. ક્યારે અને કેવી રીતે મોત આવી પહોંચે છે તેની કોઇને ખબર હોતી નથી. આવી જ એક ઘટના વડોદરા શહેરમાં સર્જાઇ છે. 
 
ગાંધીગ્રામના રેસકોર્સ મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમી યુવકને બોલ વાગ્યો હતો. જેના કારણે તેને દોડતી વખતે શ્વાસ ચડવા લાગ્યો હતો જેથી તેણે રનર પણ રાખ્યો હતો. ત્યારબાદ તે કારમાં જઇને બેસી ગયો હતો. તે દરમિયાન યુવકનું હાર્ટ ફેલ થઇ જતાં ઢળી પડ્યો હતો.
 
જેથી મિત્રો દોડી આવ્યા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી હતું. ત્યારબાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક રમત રમતમાં મોતને ભેટતા યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 
 
પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે, ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.