શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 24 જુલાઈ 2024 (15:27 IST)

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યૂનિટી, સરદાર સરોવરનો પ્રવાસ કર્યો

King of Bhutan Jigme Khesar Namgyel Wangchuck and the Prime Minister of Bhutan
King of Bhutan Jigme Khesar Namgyel Wangchuck and the Prime Minister of Bhutan

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને પ્રધાનમંત્રી શેરિંગ ટૉબગેએ સોમવારે ગુજરાતના નર્મદા જીલ્લાના એકતા નગરમાં આવેલ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' અને સરદાર સરોવરનો  પ્રવાસ કર્યો. એક અધિકારીએ આ માહિતી આપી. 
 
દેશના પહેલા ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી આ મૂર્તિ તેમના સન્માનમાં સરદાર સરોવર બાંધની પાસે નર્મદા નદીમાં એક નાનકડા દ્વીપ પર સ્થાપિત કરવામાં આવી છે. તે ભારતના લોહ પુરૂષના રૂપમાં પણ ઓળખાય છે. 

 
રાજ્ય સરકાર દ્વારા રજુ કરાયેલા એક નિવેદન અનુસાર, ભૂટાનના રાજા અને વડા પ્રધાન તેમજ તેમનું પ્રતિનિધિમંડળ આટલું વિશાળ માળખું જોઈને દંગ રહી ગયા હતા.
 
રીલીઝ મુજબ, “પરંપરાગત ભૂટાની પોશાકમાં સજ્જ વિદેશી મહાનુભાવોનું રાજ્ય પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સંકુલમાં એક માર્ગદર્શકે તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન વિશે માહિતી આપી હતી. 
 
વિઝિટર બુકમાં રાજા નામગ્યાલ વાંગચુકે  લખ્યું, ‘‘ભારતને અમારી શુભકામનાઓ’’