રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (11:02 IST)

4 કે 5મી મે એ વિધાનસભાનું વિસર્જન થવાની શક્યતા; દિલ્હીમાં વડાપ્રધાનના ઘરે મોદી, શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલની 3 કલાક બેઠક

vidhansabha
નવી દિલ્હીમાં શનિવારે દેશના તમામ મુખ્યમંત્રીઓ અને ન્યાયમૂર્તિઓની સભા મળ્યા બાદ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન તથા સરકારના નંબર ટુ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા અને ત્રણ કલાક સુધી ચર્ચા ચાલી હતી.
 
આ બેઠક બાદ હવે ગુજરાતમાં એ ચર્ચાએ વેગ પકડ્યો છે કે આગામી ચોથી કે પાંચમી તારીખે ગુજરાત વિધાનસભાનું વિસર્જન થઇ જશે. ગુજરાત સરકારમાં છેલ્લા કેટલાક દિવસમાં અમુક એવાં પગલાં લીધાં છે, જેનાથી સંકેતો એવા આવી રહ્યા છે કે, સરકાર હવે વહેલી ચૂંટણી કરાવવાના મૂડમાં છે.
 
જૂનના પહેલા વીકમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ શકે
કેન્દ્રીય ચૂંટણી પંચ કોઈ પણ ચૂંટણીની જાહેરાત કરે ત્યાંથી લઈ તે ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે વચ્ચેનો સમયગાળો 21 દિવસનો રાખવાનું અગાઉ સુપ્રીમ કોર્ટ જણાવી ચૂકી છે અને આ ગાળો તેથીય ઘટાડવાના મતમાં છે. જો આવતા સપ્તાહે જ વિધાનસભા ભંગ થઈ ચૂંટણી જાહેર થઈ જાય તો જૂનના પહેલા પખવાડિયામાં જ ગુજરાતમાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય.