શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (08:39 IST)

આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ અતિભારે વરસાદ પડશે

ગુજરાતમાં હાલ બીજા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
 
સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ ગયો છે. આ સાથે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.
 
વરસાદની સ્થિતને જોતાં રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તહેનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે 9 ઑગસ્ટના રોજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જેમાં આણંદ, વડોદરા, ભરુચ, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઉપરાંત કચ્છ તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
 
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગરહવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને નર્મદામાં જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.