શુક્રવાર, 5 જુલાઈ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (15:58 IST)

અમદાવાદમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, આરોગ્ય તંત્ર દોડતું થયું

Corona drug
ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા બાદ સરકાર અને આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું હતું. ત્યાર બાદ બે મહિલાઓ જે દક્ષિણ ભારતમાં ફરવા માટે ગઈ હતી. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સારવાર ચાલુ કરી દેવાઈ હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતમાં કોરોનાના 13 કેસ એક્ટિવ હોવાનું ગઈકાલે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું. ત્યારે હવે અમદાવાદમાં ગઈકાલે સાત કેસ નોંધાયા હતાં ત્યારે આજે વધુ 6 કેસ નોંધાયા છે. શહેરના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં કેસ નોંધાતા શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

અમદાવાદમાં આજે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ સંક્રમિત થયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે. ગુજરાતમાં ગઇકાલ સુધીમાં 13 જેટલા એક્ટિવ કેસ હતા જેમાં અમદાવાદમાં સાત કેસ નોંધાયા હતા. શહેરના જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા હતા.

આ સાત લોકોમાં 4 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમામનાં સેમ્પલ જિનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યાં હતા. જ્યારે આ સાત દર્દીમાંથી 5 દર્દી વિદેશપ્રવાસથી પરત ફર્યા હતા જ્યારે બે દર્દી અમદાવાદના જ છે. આ પાંચ દર્દી ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુકેથી પરત ફર્યા હતા. 15 વર્ષના કિશોરથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધીના લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 6 કેસ નોંધાયા છે.વડોદરામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 અને ગ્રામ્યમાં 1 કેસ પોઝિટિવ આવ્યા છે.