સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 31 ડિસેમ્બર 2022 (16:56 IST)

વડોદરામાં 10 ફૂટ ઊંડા ખાડામાં બે વર્ષનું બાળક પડ્યું, ફાયર વિભાગે સહીસલામત બહાર કાઢ્યું

Two-year-old boy falls into 10-feet deep pit
વડોદરા શહેરમાં એક બે વર્ષનું બાળક  રમતા રમતા 10 ફૂટ ઊંડા ખાડામાં પડયું હતું. આ ઘટનાને લઈને ચારેબાજુ બૂમરાણ મચી ગઈ હતી. બાળકના પરિવારજનોએ દોડાદોડ કરી મુકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને બાળકને બચાવવાના કામમાં લાગી ગયાં હતાં. પોલીસ પણ આ ઘટનાને લઈને પહોંચી ગઈ હતી. આખરે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બાળકને બચાવી લીધું હતું.
Two-year-old boy falls into 10-feet deep pit

બાળક ખાડામાં પડી ગયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડે બાળકને સલામત રીતે બહાર કાઢતાં લોકોએ ફાયરબ્રિગેડની કામગીરીનાં વખાણ કર્યાં હતાં.પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ જિલ્લાના શ્રમજીવી પરિવાર વડોદરામાં રહે છે. આ પરિવારનું બે વર્ષનું બાળક જેનું નામ અરુણ મહેશભાઈ માવી રમતાં રમતાં આજે 10 ફૂટ ઊંડા ખાડામાં પડી  ગયું હતું. બાળકને ખાડામાં પડી જવાની ખબર પડતાં જ તેના પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યું હતું. આ બનાવને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. જ્યારે પોલીસ અને દાંડિયાબજાર તેમજ પાણીગેટ ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
Two-year-old boy falls into 10-feet deep pit

ફાયર વિભાગને આજે એક કોલ મળ્યો હતો કે, જૂના શિવજીના મંદિર પાસે એક બાળક ઊંડા ખાડામાં પડી ગયું છે, જેથી ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખાડો સાંકડો હોવાથી બાળકને રેસ્ક્યૂ કરવામાં ફાયરબ્રિગેડને ખૂબ જ મુશ્કેલી પડી હતી. ફાયરબ્રિગેડે બાજુમાં જ JCBની મદદથી બીજો ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. જોતજોતાંમાં જ ખાડો ખોદીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.
Two-year-old boy falls into 10-feet deep pit