સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 એપ્રિલ 2021 (21:00 IST)

સિવિલ મેડિસીટી સ્થિત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૧૨૮ વ્યક્તિઓએ કોરોના સામેની સુરક્ષા આપતી રસી મેળવી

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી સુપેરે ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના ૬૫  હેલ્થકેર વર્કરોને અને ફ્રંટલાઇન વોરીયર્સે રસીકરણ કરાવ્યું હતુ. જયારે કોમોર્બિડીટી ધરાવતા ૧૫૪ વ્યક્તિઓ અને ૩૯ વરિષ્ઠ નાગરિકોને  રસી  આપવામાં આવી હતી. 
 
પહેલી એપ્રિલથી ૪૫ થી વધુ વયના નાગરિકો માટે શરૂ થયેલા કોરોના રસીકરણના અભિયાનના  ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૫૦ વ્યક્તિઓએ કોરોના રસીકરણનો લાભ લીધો હતો.
સિવિલ મેડિસીટી સંકુલમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં પણ કોરોના રસીકરણની કામગીરી કાર્યરત છે. અહીં રસીકરણ માટે આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા રસીકરણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાથી ખુશ થઇને રસીધારકોના સકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. 
યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં આજે  ૧૨૮ લોકોને રસી આપવામાં આવી. જેમાં ૧૪ હેલ્થકેર વર્કર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 થી 60 વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૭૨ લોકોને રસી આપવામાં આવી. જ્યારે 60 થી વધુ વય ધરાવતા ૪૨ વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.