ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (20:59 IST)

પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં, પણ તેમનો અલગ ક્વોટા બનાવી શકાય - રામદાસ અઠાવલે

કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન રામદાસ અઠાવલેએ ગુજરાતની મુલાકાત દરમ્યાન અનામત અંગે નિવેદન આપતા રાજકીય ગરમાવો આવ્યો છે. અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રામદાસ અઠાવલેએ પાટીદારોને અનામત મળવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય તેમને અલગ ક્વોટો બનાવીને અનામત આપી શકાય છે. રામદાસ અઠાવલેએ દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે  કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે, કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી મહત્વનું છે કે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ RPI પ્રમુખના પિતાના બેસણામાં હાજરી આપવા માટે આવ્યા છે ત્યારે તેઓ RPIના કાર્યકરો સાથે પણ બેઠક યોજી તેમની સાથે ચર્ચાઓ પણ કરશે.
 
જાણો રામદાસ આઠવલેના પ્રેસ કોન્ફરંસના મહત્વના મુદ્દા 
-  2024 માં નરેન્દ્ર મોદી ના નેતુત્વમાં બીજેપી 350 અને એનડીએ 400 થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ છે, 
નરેન્દ્ર મોદી સરકારે 7 વર્ષે માં અનેક મહત્વના કામ કર્યા છે.
- મોદી સરકાર માં 100 ટકા નાણાં લાભાર્થીઓ ને પોહચડવાનું સ્વપ્ન છે. 
- ખાનગી કરણ ની શરૂવાત કોંગ્રેસે કરી હતી પરંતુ હવે કોંગ્રેસ તે મામલે રાજનીતિ કરે છે.
- દેશમાં રસીકરણ નું કામ ખુબ સારું થયું છે હું પણ મોદી સરકાર નો આભાર માનું છું..
- જનધન,પ્રધાનમંત્રી મુદ્રા યોજના,પ્રધામંત્રી ઉજવલા યોજના,પ્રધામંત્રી આવાસ યોજના,આયુષમાન ભારત યોજના ના લાભ તમામ વર્ગો ને મળ્યો છે..
- સિદ્ધાર્થ શુક્લા ખૂબ સારા અભિનેતા હતા..
- 2013 માં બિગ બોસ નો એવોર્ડ જીત્યો હતો..
- 40 વર્ષે ની ઉંમરે એટેક આવ્યો એ ખૂબ  દુઃખની વાત છે.
- હું રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા અને મોદી સરકાર તરફ થી શ્રદ્ધાંજલિ આપું છું..
- હાથ થી ગટર સફાઈ કરનાર સફાઈ કર્મી સમગ્ર દેશમાં 60 હજાર છે. જેમાંથી લોકોને બહાર લાવવા માટે યોજના શરૂ કરવામાં આવી છે
- ગુજરાતમાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ અમારી પાર્ટી ભાજપ ને સમર્થન આપશે..
- આવનારા ચાર રાજ્યોની ચૂંટણીમાં પણ અમારી પાર્ટી એ ભાજપ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે..
- સમગ્ર દેશમાં જાતિ વ્યવસ્થા છે.કાયદામાં નાબૂદ થઈ ગઈ છે. અમે બધા ને ન્યાય આપવાની કામગિરી કરી રહ્યા છે.
- સમગ્ર દેશમાં 1 લાખ ઇન્ટર કાસ્ટ મેરેજ થઈ રહ્યા છે..
- કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે, ઘોડા પર બેસે તો સારું લાગતું નથી.
- પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે.  
- અમારી પહેલા થી માગ રહી છે કે મહારાષ્ટ્ ના મરાઠા,ગુજરાત ના પાટીદાર જેઓ 8 લાખ થી ઓછી આવક ધરાવે છે તેમને અનામત આપવી જોઈએ.
- મહારાષ્ટ્ર સરકાર કેટલા દિવસ ચાલશે એ ખબર નથી
- ખૂબ વહેલા આ સરકાર જતી રહશે..
- કોઈ હિન્દૂ ની સંખ્યા ઓછી થવાનો સવાલ નથી..
- વન ફેમેલી વન ચાઈલ્ડનો કાયદો લાવવો જોઈ એ અમારી પાર્ટીનો આગ્રહ છે..