શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (19:21 IST)

વડતાલ મંદિરના પાર્ષદનુ કુકર્મ, બાળકીને ફોસલાવીને કર્યુ દુષ્કર્મ

વડતાલ મંદિર અનેક વખત વિવાદના ઘેરામાં સપડાઈ ચૂક્યું છે ત્યારે પણ આ વખતનો વડતાલ મંદિરના પાર્ષદે કરેલા કૃત્યને કારણે વડતાલ ધામ ચર્ચામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ વડતાલ પાર્ષદે દર્શન કરવા આવેલ બાળકીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નરાધમ હવસખોર પાર્ષદે પોતાની હવસને સંતોષવા માટે બાળકીને આંટો મારવા લઈ જવાનું કહી મંદિરની બહાર લઈ ગયો હતો, જે બાદ રાવલી રોડ પરની અવાવરું જગ્યા પર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકીને ત્યાં જ છોડી ચાલ્યો ગયો હતો. 
 
બાળકીની હાલત પરથી પરિવારને જાણ થઈ હતી કે કઈક ખોટું થયું છે જે બાદ પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક આરોપી પાર્ષદને ઝડપી પાડવા ચક્રો ગતિમાં કર્યા હતા. જે બાદ ચકલાસી પોલીસે 47 વર્ષના પાર્ષદ સોહમ ભગતની કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.