સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (12:15 IST)

ઉપલેટાના કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં દોડઘામ, 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના બ્લાસ્ટ થતાં મોત થયા છે. જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
 
બ્લાસ્ટનો અવાજ સંભળાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા
કટલેરી બજારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં પિતા-પુત્રનું મોત થયું હોવાનું સામે આવ્યું, ઘટનાસ્થળે પહોચેલી પોલીસે આગળની તપાસ હાથ ધરી