બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (11:36 IST)

'જો તું મારી સાથે નહીં આવે તો જીવવા નહીં દઉ' કહી 18 દિવસ સુધી યુવતિ સાથે આચર્યું દુષ્કર્મ

વડોદરાના ડભોઇની એક વસાહતમાં 18 વર્ષની યુવતી સાથે 34 વર્ષના યુવાને સતત દસ દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરતા યુવતીએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે. ડભોઇ પોલીસ સ્ટેશન આજકાલ ગુનાખોરીનો અડ્ડો બની ગયો હોય તેમ ૨૦ દિવસમાં 8થી વધારે દુષ્કર્મ અને ખૂની ખેલ ખેલાયા છે ત્યારે ફરી એક વખત અઢાર વર્ષની યુવતી સાથે છ બાળકોના પિતા એ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. 
 
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ડભોઈની એક વસાહતમાં રહેતી યુવતીને છેલ્લા 2 વર્ષથી મહેશભાઈ પીદાભાઈ રાઠવા નામનો યુવાન હેરાન-પરેશાન કરતો હતો તેમજ સાથોસાથ તેના પરિવાર પર મન ફાવે ત્યારે જઈને ગાળો ભાંડતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તેની પાછળનું કારણ એ છે કે તે પરિવારની એક દિકરીને પામવા માંગતો હતો. પરંતુ પરિવાર એટલા માટે બોલી નથી શકતો કારણ કેઆ પરિવાર ખેતીકામ ની મજૂરી ઉપર નભતો હતો અને આરોપી મહેશ રાઠવા તેઓના પરિવારને મજુરી કામે લઈ જતો હતો. 
 
આ વાત છે 1-12-2019 ની સાંજે આશરે સાત કલાકે મહેશ તડવી પરિવારમાં કોઈ હાજર ન હતું તે દરમિયાન રાત્રે જઈ પીડિતાને ધમકી આપી હતી કે જો તું મારી સાથે નહીં આવે તો જીવવા નહીં દઉ. જેથી પીડિતા ડરી ગયેલી હોય જેને લઇ તે કઈ બોલી નથી શકતી અને આરોપી મહેશ રાઠવા સાથે જતી રહી હતી. તે દરમિયાન સતત 18 દિવસ સુધી આરોપી મહેશ રાઠવા તેની સાથે મરજી વિરુદ્ધ કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું. 
 
પરંતુ આ વાતનો વળાંક ક્યાં આવ્યો પ્રાથમિક માહિતી મળ્યા અનુસાર સમગ્ર બાબત મહેશ રાઠવાના પત્ની અને ભાભીને ખબર પડી ગઈ હતી. જેને લઇ ગયો પકડાઈ ગયેલા હોય જેથી ફરી પાછો આરોપી મહેશ રાઠવા પીડિતાને ફરી પાછો ના ઘરે મૂકી ગયેલો હતો. 
 
આ સમગ્ર બાબત તેના પરિવારને કહેતા પીડીતાએ સમગ્ર બાબત ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે જણાવી હતી. જેને લઇ પોલીસ દ્વારા તુરંત જ એક્શન લઈ આરોપી મહેશ રાઠવાને દબોચી લીધો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હાલ ડભોઇ પોલીસે મહેશ રાઠોડ પર કલમ 376 હેઠળ કાર્યવાહી કરી શરૂ કરી છે. હાલ આરોપી અને પીડિતાના મેડિકલ તપાસ ની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બંને વચ્ચે સમાગમ થયા છે કે કેમ તે દિશામાં મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાશે.