બુધવાર, 27 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 6 એપ્રિલ 2022 (18:46 IST)

તુલસીનો છોડ આપે છે સંકેત, સમય રહેતા કરી લો આ ઉપાય

Tulsi Plant Indicates: હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. તુલસી માતા લક્ષ્મીનું જ રૂપ હોવાનું કહેવાય છે. કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશીના દિવસે તુલવીના છોડના લગ્ન ભગવાન વિષ્ણુના રૂપ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. જો નિયમિત રીતે તુલસીના છોડની પૂજા કરવામાં આવે તો મૃત્યુ બાદ પણ સદગતિ પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. એટલું જ નહીં એમ પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજામાં જો તુલસીનો છોડ સામેલ ન કરવામાં આવે તો પૂજા સંપન્ન થતી નથી.
 
પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં રાખેલા તુલસી તમારા આવનારા સમયની પરેશાનીને પહેલાથી જ માપી લે છે અને કોઈને કોઈ રીતે સંકેત આપીને તમને જાણ કરે છે. ઘણી વખત આપણે આ ચીજોની અવગણના કરીએ છીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીનો છોડ અનેક પરેશાનીની અંદાજ આપે છે. જો તમે આ સંકેતોને ઓળખતા હોવ તો તેનાથી બચવાના ઉપાય કરવા જોઈએ.
 
તુલસીનો છોડ અચાનક સૂકાઈ જાયઃ જો ઘર આંગણે લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તમારા ઘરમાં આવનારી પરેશાનીનો સંકેત હોય છે.  તે  આ વાતનો સંકેત નથી કે વિષ્ણુજીની કૃપા તમારા ઘર પર નથી. જો તમારા ઘરમાં પણ આવું કંઈ થઈ રહ્યું હોય તો જ્યોતિષની સલાહ અનુસાર ઉપાય કરો.
 
પિતૃ દોષનો સંકેતઃ જો તમે તુલસીનો નવો છોડ લગાવ્યો હોય અને એક કે બે દિવસમાં સુકાઈ જાય તો સમજી લો કે ઘરમાં પિતૃ દોષ છે. પિતૃ દોષના કારણે ઘરમાં વારંવાર લડાઈ ઝઘડાં થતા રહે છે. આ સ્થિતિમાં જ્યોતિષાચાર્યની સલાહ મુજબ પિતૃ દોષ નિવારણનો ઉપાય કરવો જોઈએ.
 
 
સમૃદ્ધિનો સંકેતઃ જો તમારા ઘરમાં લગાવેલો તુલસી છોડ અચાનક હર્યો ભર્યો થઈ જાય તો કે વધારે ગાઢ દેખાવા લાગે તો શુભ માનવું જોઈએ.  તુલસીનો છોડ હર્યોભર્યો લાગે કે તેના પર માંજર આવવા લાગે તો સમજી લો કે ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. તુલસીનો આ સંકેત ઘરના કલ્યાણ અને સુખ તરફ ઈશારો કરે છે. જો તમને આવો સંકેત મળે તો તમારા ઘર પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીની કૃપા થઈ છે અને આગળ પણ રહેશે.