બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2023 (14:35 IST)

Video: વડોદરાના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેકથી મોત

heart attack in gujarat
વડોદરાના નાગરવાડા વિસ્તારના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
 
ભાવનગરમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિગતો મુજબ 40 વર્ષીય જગદીશ જાદવનું હાર્ટ એટેકથી મોત તો 58 વર્ષીય લક્ષ્મણદાસ આસવાણીનું પણ હાર્ટ એટેકથી મોત થયું. આ સાથે રાજુલાથી ભાવનગર આવતા સમયે ઉમેશ માંડલિયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જેને લઈ મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 
 
આ તરફ સુરતમાં પણ એક જ દિવસે 3 લોકોના મોત થયા છે. વિગતો મુજબ અમરોલીમાં 23 વર્ષીય યુવક સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. આ સાથે પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિ સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. વિગતો મુજબ સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ તરફ સુરતના વરાછાના 43 વર્ષીય મહેશ ખાંમ્બરનું મૃત્યુ થયું છે. માહિતી પ્રમાણે અગાઉ હાર્ટ એટેક આવ્યા બાદ ફરીથી હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે PM રિપોર્ટ બાદ મૃત્યુનુ યોગ્ય કારણ બહાર આવશે.