1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (12:34 IST)

વિધાનસભાનું સત્ર શરૂ થતાં પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ કોવિડ મૃતકના પરિવારોની સહાયના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો

ગુજરાત વિધાનસભામાં આજે  વિરોધપક્ષ કોંગ્રેસ મંદી, મોઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કોરોના પીડિત લોકોની પિડા અને વેદનાને વાચા અપાવા આક્રમક વ્યુહ અપનાવવાની તૈયારી કરી છે. ત્યારે વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં 14 દિવસ પહેલા બનેલી નવી ભૂપેન્દ્ર પટેલની સરકારની પ્રથમ કસોટી વિધાનસભાના માત્ર બે દિવસના ટૂંકા સત્રમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ નવા નીશાળીયા હોવાથી વિધાનસભાની કાર્યવાહીથી માંડીને વિરોધ પક્ષના આક્રમક પ્રશ્નો અને આક્ષેપોનો સામનો કરવો ઘણો કઢીન બની શકે તેમ હોવાથી પૂર્વ મુખ્યમંત્રી સહિત જુના મંત્રીઓ ભાજપ દ્વારા ખાસ સૂચના આપીને વિધાનસભા સત્રમાં નવી સરકારને કોંગ્રેસ ભીંસમાં ના લઈ શકે તે માટે તેમની સાથે રહેવા માટે કહેવામાં આવ્યું છે.બે દિવસીય સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021 અને જીએસટી સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક, 2021 અને કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક એમ 4 વિધેયક લવાશે. આ ચાર વિધેયકમાં સુરતમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો વિવાદ થયા પછી ગ્રાન્ટેડ કોલેજને ફરજિયાત જોડી ન શકાય તે સુધારો કર્યો તેનું બિલ છે. આ પહેલાં ભાજપે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં વિધેયક, ગૃહની કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.