શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (15:28 IST)

‘વિકાસ ગાંડો થયો છે’ હવે તો હદ થઈ ગઈ ભાજપની મજાક કરતાં ગધેડાં રોડ પર

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિકાસના મેસેજથી ભાજપ સરકાર મુશ્કેલીમાં મૂકાઇ છે. ત્યારે કોંગ્રેસને પણ બગાસુ ખાતા પતાસુ મળી ગયું હોય તેવા ઘાટ સર્જાયા છે. કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો દ્વારા સતત વિકાસના મેસેજનો સહારો લઇ સરકારની મજાક ઉડાળવામાં આવી રહી છે, ત્યારે ધોરાજીમાં વિકાસના બેનર સાથે બે ગધેડાએ ચર્ચા જગાવી છે. ધોરાજીના મુખ્ય માર્ગો પર બે ગધેડા ગળામાં બેનરો લઇ ફરી રહ્યાં હોવાની વાતે જોર પકડ્યું છે. આ બે ગધેડાના ગળામાં કોઇએ વિકાસના બેનરોમાં ભાજપ સરકારની મજાક કરતું લખાણ લખેલું છે.

આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે 'હું ધોરાજીની પ્રજાના હિતમાં ભાજપના સત્તાધીશોની શોધમાં નીકળ્યો છું', તો અન્ય એક બેનરમાં લખવામાં આવ્યું કે હું વિકાસના ખાડામાં ઘાયલ થયો છું અને હું ભાજપના નેતાથી સમજદાર છું. ત્યારે આ ઘટનાને લઇને શહેરમાં વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. તો સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. જો કે ગધેડાના ગળામાં કોણે બેનરો લગાવ્યા તે હાલ બહાર આવ્યું નથી.