પૂર્વ BJP સાંસદ પરેશ રાવલના સગા નાના ભાઇના જુગારધામ પર દરોડા
બોલિવુડના અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના નાના ભાઈની ધરપકડ કરતા ટોક ઓફ ટાઉન બની ગયો છે. વિસનગરમાં ગૌરવપથ પર કૃષ્ણ સિનેમા પાસે આવેલી મથુરદાસ ક્લબમાં ચાલતા ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ અને સગા કિર્તી રાવલના જુગારધામમાં સોમવારે રાત્રે મહેસાણા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો.જેમાં પરેશ રાવલના ભાઇ હિમાંશુ રાવલ સહિત 20 શખ્સોને રૂ.1,94,540 રોકડ રકમ, રૂ.64,500ના 16 મોબાઇલ અને રૂ.3.75 લાખના ત્રણ વાહનો મળી રૂ.6,33,540નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ એસ.બી. ઝાલા વિગેરે મોડી રાત્રે એલસીબી કચેરીએ હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે વિસનગરના મથુરદાસ ક્લબમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામમાં અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાંથી લોકો જુગાર રમવા આવે છે. જોકે જુગારધામની આગળ વાહનોનો ખડકલો ન થાય અને કોઈને શંકા ન પડે તે માટે બહારગામથી જુગારીયા લાવવામાં અને લઈ જવા માટે બે ઈકો ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે બન્ને ગાડી પોલીસે જપ્ત કરી છે.
ધરપકડ કરવાયેલાઓની યાદી
(1) રાવલ હિમાંશુ ડાહ્યાલાલ હરગોવનદાસ (પરેશ રાવલનો નાનો ભાઈ) (2 ) રાવલ કિર્તી રમણીકલાલ જયશંકર, રહે. વિસનગર (પરેશ રાવલના ફોઈનો દીકરો) (3) લાલવાણી (સીન્ધી) નરેન્દ્ર પ્રિતમદાસ હેમંતદાસ, રહે. અમદાવાદ (4) ઠાકોર ભુપતજી જવાનજી, બેચરાજી, રહે. પુંદ્રાસણ (5 ઠાકોર ભરતજી શકુજી બેચરજી રહે. પુંદ્રાસણ (6) પરમાર રમેશ ગણેશભાઈ નાથાભાઈ, રહે. વાવોલ (7) પટેલ કેતન ભાયચંદભાઈ શંકરદાસ, રહે. ગોઝારિયા (8) પરમાર અલ્પેશ ગાભાભાઈ શંકરલાલ, રહે. ગાંધીનગર (9) વાઢેર (રાજપૂત) પરીમલ બાબુભાઈ નારણભાઈ, રહે. ગોઝારિયા (10) પરીખ (વૈષ્ણવ વાણીયા) નિલેષ જયંતિલાલ મણીલાલ, રહે. અમદાવાદ, સેટેલાઈટ (11) કુરેશી મહેબુબમીયા ભાઈમીયા જભુણીયા, રહે. અમદાવાદ, સરખેજ (12) પટેલ કનુ પ્રહલાદભાઈ માધવદાસ, રહે. લાંઘણજ (13) શાહ રાજુ નંદલાલ મણીલાલ, રહે. અમદાવાદ, ઈસનપુર (14) પટેલ બળદેવ મગનભાઈ ત્રિભોવનદાસ, રહે. લાંઘણજ (15) પટે વિનુ ગાકળદાસ પ્રભુદાસ, રહે. દિપરા દરવાજા, વિસનગર (16) પટેલ અજય ચંદુભાઈ ગણેશભાઈ, રહે. લાંઘણજ (17) સોની ગીરીસ બાબુભાઈ પરસોત્તમભાઈ, રહે. વાડજ, અમદાવાદ (18) પટેલ પ્રવિણ જયંતિભાઈ ઈશ્વરદાસ, રહે. દીપરા દરવાજા, વિસનગર (19) કોળી (ભૈયા) પરશુરામ ઉર્ફે કિસન બરખુરામ, રહે. વિસનગર તથા (20) નાયી ભાણજી પશાભાઈ ત્રિભોવનભાઈ, રહે. વિસનગર એમ કુલ 20 જુગારીયાઓની ધરપકડ કરી હતી