1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (10:36 IST)

ગુજરાતમાં એક હજાર કરોડના ખર્ચે બનશે ભવ્ય મંદિર, 100 મીટર હશે ઉંચાઇ

ગુજરાત ઉમિયાધામમાં 1 હજાર કરોડના ખર્ચે 100 મીટર ઉંચું ભવ્ય મંદિર બનવા  જઇ રહ્યું છે. પાટીદારોના આ વિશાળ મંદિરનું નામ ઉમિયાધામ હશે. આ વર્ષે મંદિરનો શિલાન્યાસ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કર્યો હતો અને આગામી ફેબ્રુઆરીમાં તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેના માટે 26 ફેબ્રુઆરી 2020ના રોજ એક ધર્મ સંસદનું આયોજ કરવામાં આવ્યું છે જેમાં હિંદુ, જૈન, બૌદ્ધ અને સિખ ધર્મના ધર્માચાર્ય ભાગ લેશે.  
 
આ મંદિર બનાવી રહેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કહ્યું કે દાતાઓએ પહેલાં જ 375 કરોડ રૂપિયા દાન આપવાનો વાયદો કર્યો છે અને તેમાંથી 100 કરોડ રૂપિયા મળી ગયા છે. ફાઉન્ડેશનના સમન્વયક આરપી પટેલે જણાવ્યું હતું કે લગભગ એક લાખ લોકો કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં દેશ અને વિદેશમાંથી ભક્તો સામેલ થશે. મંદિર અને તેના પરિસરનું નિર્માણ કાર્ય 5 વર્ષમાં પુરુ થઇ જશે. 
આર પી પટેલે જણાવ્યું હતું કે ફાઉન્ડેશનને 375 કરઓડ રૂપિયાના દાનની પુષ્ટિ થઇ ગઇ છે અને 100 કરોડ રૂપિયા મળી પણ ગયા છે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1 હજાર રૂપિયા છે. દુનિયાભરના ભક્તો દાન આપી રહ્યા છે. અમે નિર્ણય કર્યો છે કે મંદિરના નિર્માણનો શુભારંભ થતાં બધા ધર્મોના લોકોને આમંત્રિત કરવામાં આવશે કારણ કે આ ફક્ત પાટીદારોનું મંદિર નથી પરંતુ જગત જનનીનું મંદિર છે.