શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :મુંબઈ , ગુરુવાર, 7 એપ્રિલ 2022 (19:09 IST)

ગુજરાતીઓને માસ્કમાંથી મળશે મુક્તિ ?

કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું. જો કે, હવે કેસો ઘટતા સરકાર હવે તેને ધીમે-ધીમે મરજિયાત કરવા આગળ વધી રહી છે. હા એક વાત છે કે સરકાર માસ્કમાંથી મુક્તિ આપે કે ન આપે પણ લોકોએ માસ્ક પહેરવાનુ જ છોડી દીધુ છે. ટૂંક જ સમયમાં નવી માર્ગદર્શિકા સાથે આ સંદર્ભે નિર્ણય જાહેર થઈ શકે છે. મહત્વનું છે કે, દેશના અનેક રાજ્યોમાં માસ્ક પહેરવા સંદર્ભે નિયમો હળવા કરાયા છે. દિલ્હીમાં તો કારમાં સિંગલ ડ્રાઈવ માટે પણ માસ્ક મરજિયાત કરી દેવાયું છે. તેમજ અનેક રાજ્યાનો ગ્રામીણ અને શહેરોમાં પફણ માસ્કના નિયમો હળવા કરી દેવાયા છે.
 
માસ્ક અંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આપણને બધાને એમ લાગે છે કે કોરોનામાંથી મુક્તિ મળી છે. જો કે, આઈસીએમઆરની ગાઈડલાઈન છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, પણ હકીકતએ છે કે મેં અને અહીં બેઠેલા તમે લોકોએ પણ હાલ માસ્ક નથી પહેર્યું. જો કે, IMCRની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાતમાં નિયમો લાગું છે.
 
ગુજરાતમા નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી છૂટકારો કરાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે મહિના  પહેલા નિવેદન આપ્યું હતું. જો કે, રાજ્યમાં માસ્કના દંડની રકમ હાઈકોર્ટના આદેશથી નિયત થઈ હોવાથી પાછળથી સરકારે તેમા ઘટાડો કે પછી નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નિયમને મરજિયાત કરવા કોઈ જ કાર્યવાહી કરી નથી. ત્યારે દેશમાં સૌથી વધુ દંડ ધરાવતા ગુજરાતમાં કેન્દ્રની નવી ગાઈલાઈનથી ફરજિયાત માસ્કના નિયમ સામે રાહત મળી શકે તેવા સંકેતો દિલ્હીથી આવેલા ભાજપના નેતાઓ પાસેથી મળી રહ્યા છે.