સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જુલાઈ 2022 (09:47 IST)

ડેડિયાપાડામાં12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ; નવીનગરીમાંથી 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ડેડિયાપાડામાં12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ; નવીનગરીમાંથી 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
ડેડિયાપાડામાં રેકોર્ડ બ્રેક 18 ઇંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

નવીનગરીમાં પાણીનો ભરાવો થતાં 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી વરસી રહેલો વરસાદ રાતના 8 વાગ્યે પણ અણનમ રહયો હતો. 12 કલાકમાં જ ડેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું.વનરાજીથી ઘેરાયેલાં ડેડીયાપાડા તાલુકામાં બે દિવસથી બારે મેઘ ખાંગા થઇ ગયાં છે. સમગ્ર તાલુકામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોમવારે સવારે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી.ડેડીયાપાડા ના મુખ્ય ત્રણે માર્ગો પર પાણી ફરી વળતાં બંધ થઇ ગયાં હતાં. ડેડીયાપાડા નગરમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. ડેડીયાપાડામાં નવીનગરીના વિસ્તારમાં ચારે તરફથી પાણી ભરાઈ ગયાં હતાં.મકાનોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

અને તેમને પ્રાથમિક શાળાના મકાનમાં રાખવામાં આવ્યાં છે. ધામણખાડીનાપુલ ઉપર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો.

ધામણ નદીના પાણી પટેલચાલી અને પારસી ટેકરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પ્રવેશી ગયાં હતાં.ડેડીયાપાડામાં મુશળધાર વરસી રહયો છે.

હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. સુકાઆંબા ગામે તળાવ ઓવરફલો થતાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં.

આ સમયે ત્રણ મકાનોમાં રહેતાં લોકો ફસાઇ જતાં તેમને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.ડેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં પીપલા– કંકાલા માર્ગ ધોવાઇ ગયો છે.

જયારે ખતામથી કલતર જવાના માર્ગ પર તેમજ કરજણ નદીના નવાગામ પુલ પરથી પાણી ઓવરફલો થઇ વહી રહયાં છે. આ ઉપરાંત ખોખરાઉમર ગ્રામ પંચાયતની દિવાલ તુટી પડી હોવાના અહેવાલ છે.

ચીકદાથી આંબાવાડી જવાનો આંતરિક માર્ગ ધોવાયો છે. માર્ગો ધોવાઇ જતા ગ્રામ્ય વિસ્તારોનો ડેડિયાપાડા તાલુકા મથક સાથેનો સંપર્ક તુટી ગયો છે. રસ્તાઓ ચાલુ કરવા માટે ટીમો કામે લાગી છે.