બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 માર્ચ 2021 (12:37 IST)

મહાનગરપાલિકાના મેયરપદની રેસમાં કોણ છે સૌથી આગળ

અમદાવાદ સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં શાનદાર જીત બાદ ભાજપ દ્રારા હવે શહેરના મેયરની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સૂત્રો દ્રારા મળતી મહિતી અનુસાર અમદાવાદમાં મણિનગર વોર્ડથી જીતેલા ચંદ્રેશ મકવાણા તથા નરોડા વોર્ડમાંથી જીતેલા રાજેન્દ્ર સોલંકીનું નામ મેયર પદની રેસમાં સૌથી આગળ છે. 
 
23 ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાનદાર જીત પ્રાપ્ત કર્યા બાદ ભાજપે હવે પ્રમુખ પદોની નિયુક્તિ માટે રાજ્યની સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી. જેમાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંસદીય બોર્ડની બેઠક ગાંધીનગરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં થશે. મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત ઉપ મુખ્યમંત્રી નિતિન પટે સહિત બોર્ડની બેઠકમાં હાજર રહ્યા હતા. 
 
આ બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરનાઅ મેયરોના નામ પર ચર્ચા કરવામાં આવી હતે. મેયર ઉપરાંત સ્થાનિક સમિતિનીના નામની સાથે સાથે પાર્ટી નેતાની નિયુક્તિ પર પણ ચર્ચા થઇ હતી. 
 
અમદાવાદ નગર નિગમમાં મેયર પદ માટે પહેલાં અઢી વર્ષના કાર્યકાળને અનુસૂચિત જાતિ માટે અનામત કરવામાં આવ્યો છે. ચાર અનુસૂચિત જાતિના નગરસેવકોના નામ પર ચર્ચા ચાલી રહી છે. મણીનગર વોર્ડમાંથી ડોક્ટર ચંદ્રેશ મકવાણા અને નરોડા વોર્ડમાંથી રાજેન્દ્ર સોલંકી દોડમાં સૌથી આગળ છે. જોકે અમદાવાદના પ્રથમ નાગરિક કોણ બનશે, તે આજે અમદાવાદ નગર નિગમ બોર્ડમાં ખબર પડૅશે.