શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 12 જૂન 2018 (17:13 IST)

ભય્યૂજી મહારાજે ગોળી મારીને આત્મહત્યા કરી,જાણો ભૈય્યૂ મહારાજ વિશે સંપૂર્ણ માહિતી

આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજ (50) એ મંગળવારે અહી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. તેમને ઈન્દોરના બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પણ ડોક્ટરોએ જણાવ્યુ કે ત્યા પહોંચવાના અડધો કલાક પહેલા જ તેમનુ મોત થઈ ગયુ હતુ. પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધુ છે.  મામલાની તપાસ કરી રહી છે. ઘટનાની સૂચના ફેલાતા જ સૈકડોની સંખ્યામાં તેમના સમર્થક હોસ્પિટલ પહોંચી ગયા. મધ્યપ્રદેશ સરકારે થોડા મહિના પહેલા જ તેમ્નએ રાજ્યમંત્રીનો દરજ્જો આપવાની રજુઆત કરી હતી જેણે તેમણે ઠુકરાવી દીધી હતી. 
 
હાઈપ્રોફાઈલ લોકો સાથે રહ્યો છે સંબંધ 
 
- ભૈય્યૂજી મહારાજ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે અન્ના હજારેના અનશનને ખતમ કરાવવા માટે તત્કાલીન કેન્દ્ર સરકારે તેમને પોતાનો દૂત બનાવીને મોકલ્યા હતા.  પછી અન્નાએ તેમના હાથે જ્યુસ પીને અનશન તોડ્યુ હતુ. 
- પીએમ બનતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મોદી સદ્દભાવના ઉપવાસ પર બેસ્યા હતા. ત્યારે ઉપવાસ ખોલાવવા માટે તેમણે ભૈય્યૂજી મહારાજને આમંત્રિત કર્યા હતા. 
- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પીએમ નરેન્દ્ર મોદી, શિવસેનાના ઉદ્દવ ઠાકરે અને મનસે ના રાજ ઠાકરે, લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધા પોંડવાલ ફિલ્મ એક્ટર મિલિંદ ગુણાજીનો પણ તેમના આશ્રમમાં આવી ચુક્યા છે. 
 
કોણ છે ભૈય્યૂજી મહારાજ 
-1968માં જન્મેલા ભય્યૂજી મહારાજનુ અસલી નામ ઉદયસિંહ દેશમુખ છે. તે મધ્યપ્રદેશના શુજાલપુરના જમીનદાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 
- એક સમયે કપડાના એક બ્રાંડ માટે એડ માટે મોડેલિંગ કરી ચુકેલ ભય્યૂજી મહારાજ હવે ગૃહસ્થ છે. સદ્દગુરૂ દત્ત ધાર્મિક ટ્રસ્ટ તેમના જ દેખરેખમાં ચાલે છે. 
- તેમનુ મુખ્ય આશ્રમ ઈંદોરના બાપર ચાર રસ્તા પર છે. તેમની પત્ની માધવીનુ બે વર્ષ પહેલા નિધન થઈ ચુક્યુ છે. 
- પ્રથમ લગ્નથી તેમને એક પુત્રી કુહૂ છે.  જે પુણેમાં રહીને અભ્યાસ કરી રહી છે. 
- તેમણે 30 એપ્રિલ 2017ના રોજ એમપીના શિવપુરીની ડૉ. આયુષી સાથે બીજા લગ્ન કર્યા. 
- એ મર્સિડિઝ જેવી મોંઘી ગાડીઓમાં ચાલનારા ભૈય્યૂજી રોલેક્સ બ્રાંડની ઘડિયાળ પહેરે છે અને આલીશન બિલ્ડિંગમાં રહે છે.