1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Who is Prof. Vijita Singh Aggarwal

પ્રો. વિજિતા સિંહ અગ્રવાલ બની ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની પહેલી મહિલા કુલપતિ, જાણો કોણ

Prof. Vijita Singh Aggarwal
Prof. Vijita Singh Aggarwal
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી (CUG) ને તેની 17  વર્ષની સ્થાપનાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા વાઇસ ચાન્સેલર મળ્યા છે. ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી, નવી દિલ્હી ખાતે વ્યાપક શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવતા પ્રોફેસર વિજિતા સિંહ અગ્રવાલે સોમવારે ઔપચારિક રીતે વાઇસ ચાન્સેલર તરીકેનો પદભાર સંભાળી લીધો છે. યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

એક વર્ષની રાહ બાદ કાયમી નિમણૂક

અગાઉના વાઇસ ચાન્સેલર પ્રોફેસર રામાશંકર દુબે 22 નવેમ્બર, 2019 ના રોજ પદ પર આવ્યા હતા અને એક વર્ષના વિસ્તરણ બાદ ૨૨ નવેમ્બર, 2025  ના રોજ નિવૃત્ત થયા હતા. તેમના નિવૃત્ત થયા પછી યુનિવર્સિટીમાં કાર્યકારી વાઇસ ચાન્સેલર દ્વારા કામગીરી ચલાવવામાં આવતી હતી. આશરે એક વર્ષ જેટલા લાંબા પ્રતીક્ષા સમયગાળા બાદ સેન્ટ્રલ યુનિવર્સિટીને પ્રોફેસર અગ્રવાલના રૂપમાં કાયમી વાઇસ ચાન્સેલર પ્રાપ્ત થયા છે.

 

ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને નવી દિશા આપવાની નેમ

યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત નિવેદન મુજબ, પ્રોફેસર અગ્રવાલની નિમણૂક એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. નવા વાઇસ ચાન્સેલર તરીકે તેઓ યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી કાર્યોનું નેતૃત્વ કરશે. તેમની આગેવાની હેઠળ યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, સંશોધન, નવીનતા અને સંસ્થાકીય વિકાસ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે તેમજ રાષ્ટ્રીય વિકાસમાં શ્રેષ્ઠ પ્રદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ગાંધીનગરથી શરૂ થયેલી સફર અને વડોદરા કાયમી કેમ્પસ

વર્ષ 2009 માં સ્થપાયેલી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી શરૂઆતમાં ગાંધીનગરના સેક્ટર 29 અને 30  ના કામચલાઉ કેમ્પસથી ચાલી રહી હતી અને તેને NAAC તરફથી 'A+' ગ્રેડ મળેલ છે. જૂન 2022 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ ખાતે 100 એકરમાં ફેલાયેલા તેના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. આ કાયમી કેમ્પસ આધુનિક લેબોરેટરી, સેન્ટ્રલ લાઇબ્રેરી, લેક્ચર હોલ અને હોસ્ટેલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.
આગળનો લેખ
બુધવાર, 11 નવેમ્બરના રોજ આ 5 રાજ્યોમાં બધી બેંકો બંધ રહેશે. તમારા રાજ્યમાં બેંકો ખુલ્લી છે કે નહીં તે જાણો