મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (09:56 IST)

ગુજરાતના રાજકારણમાં 'કિંગ' કોણ? 10 ટકા મુસ્લિમ મતદારો, તેમછતાં પણ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્ય નહી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ અને કોંગ્રેસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સત્તા પર છે. જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં 27 વર્ષથી વનવાસ ભોગવી રહી છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઘણી આશાઓ છે. ગોધરા રમખાણો બાદ મુસ્લિમ મતદારોનો સૌથી વધુ ઝુકાવ કોંગ્રેસ તરફ હતો. પરંતુ 2007 પછી ભાજપે પણ કોંગ્રેસની વોટબેંકમાં સેંઘમારી કરી હતી.તો બીજી તરફ 2012 વિધાનસભા ચૂંટણીમાં 20 ટકા મુસ્લિમ મતદારોએ ભાજપને મત આપ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ રહી હતી. તે જ સમયે કોંગ્રેસે આ વખતે મુસ્લિમ મતદારો પર તેની ગુમાવેલી પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બહુમતી ગણાતી 25 વિધાનસભા બેઠકો છે.
 
ગુજરાતના રાજકારણમાં 25 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતદારોનો નોંધપાત્ર પ્રભાવ માનવામાં આવે છે. આ વિધાનસભા બેઠકોના પરિણામોમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાતની વસ્તીના 10 ટકા મુસ્લિમ છે. રાજ્યના અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, સાબરકાંઠા, જામનગર અને જૂનાગઢના વિસ્તારોમાં મુસ્લિમ મતદારોનો નોંધપાત્ર પ્રભાવ માનવામાં આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 6 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 4 જીત્યા હતા. જ્યારે 2012માં માત્ર 2 મુસ્લિમ ઉમેદવારો જીત નોંધાવીને વિધાનસભા પહોંચ્યા હતા.
 
2017ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોનો કોંગ્રેસ તરફનો ઝોક ઓછો થયો છે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસને 6 ટકાથી ઓછા મુસ્લિમ મતો મળ્યા છે. કોંગ્રેસને ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના કુલ 64 ટકા વોટ મળ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને ગત વખત કરતા 7 ટકા વધુ મુસ્લિમ મતો મળ્યા છે. 27 ટકા મુસ્લિમ સમુદાયે ભાજપને મત આપ્યો છે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પ્રણામના વિશ્લેષણ પછી CSDS ડેટામાં કોંગ્રેસે તેની કેટલીક મહત્વપૂર્ણ SC અને ST વોટ બેંક ગુમાવી દીધી છે. જ્યારે, કોંગ્રેસ નવા લોકોને પણ લાવવામાં નિષ્ફળ રહી છે. આદિવાસી મતો બે પક્ષો વચ્ચે વિભાજિત થયા અને દલિત સમુદાયના એક મોટા વર્ગે પણ ભાજપને મત આપ્યો હતો. એવું કહી શકાય કે અન્ય વર્ગોમાં પણ પાર્ટીનો આધાર ગત વખતની સરખામણીએ વધ્યો છે.
 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું ભલે નિધન થયું હોય પરંતુ તેઓ ગુજરાત રાજ્યના છેલ્લા મુસ્લિમ સાંસદ હતા. ગુજરાતમાંથી ત્રણ વખત લોકસભાના સાંસદ અને 6 વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેમના પછી ગુજરાતમાં અન્ય કોઈ મુસ્લિમ સાંસદ લોકસભામાં પહોંચ્યા નથી. કોંગ્રેસ અહેમદ પટેલને ખૂબ મિસ કરી રહી છે. હજુ સુધી અહેમદ પટેલની કમી ભરાઈ નથી.
 
ગુજરાત રાજ્યમાં મુસ્લિમ મતદારોની વસ્તી 10 ટકા છે પરંતુ રાજ્યની વિધાનસભામાં એક પણ મુસ્લિમ મંત્રી નથી.જોકે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મુસ્લિમ મતદારોનો પણ ભાજપ તરફ ઝુકાવ છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ પોતે માને છે કે ગુજરાતમાં 20 ટકા મુસ્લિમ મતદારો ભાજપને મત આપે છે.