ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 9 નવેમ્બર 2021 (14:52 IST)

પતિના ગળામાં પટ્ટો નાખીને કૂતરાની જેમ ફેરવ્યો, બોલી - તેનાથી રોમાંસ વધે છે

પતિ અને પત્ની જ્યારે શોંપિંગ કરવા કે ફરવા જાય છે તો વ્યવસ્થિત તૈયાર થઈને અને હાથમાં હાથ નાખીને જાય છે. પણ વિચાર કરો કે કોઈ પત્ની પોતાના પતિના ગળામાં કૂતરાનો પટ્ટો બાંધીને બજારમાં ફરવા જાય તો કદાચ સૌને હેરાન કરનારો નજારો લાગે. બ્રાઝીલમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યા એક મહિલા પોતાના પતિ સાથે ફરવા નીકળી તો તેને કૂતરાની જેમ ત્યા લઈને ગઈ. 
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના બ્રાઝીલના એક શહેરની છે. ડેલી સ્ટારની એક રિપોર્ટ મુજબ મહિલાએ પોતાના પતિને કૂતરો બનાવ્યો પછી સ્ટેશન અને બજારમાં ફેરવવા નીકળી પડી. એટલુ જ નહી મહિલાએ પતિના ગળામાં ચેનથી બનેલો પટ્ટો બાંધી રાખ્યો હતો. રિપોર્ટ મુજબ મહિલાનુ નામ લૌના અને પતિનુ નામ આર્થર છે.  આ નજારો જેને પણ જોયો તે નવાઈમાં પડી ગયુ અને વિચારવા લાગ્યુ કે મહિલા આવુ કેમ કરી રહી છે. 
 
માહિતી મુજબ સૌ પહેલા મહિલાએ પોતાના પતિને કૂતરાનો પોશાક પહેરાવ્યો અને તેના ગળામાં પટ્ટો બાંધ્યો. આટલુ જ નહી તેને પોતાના પતિના મોઢા પર કૂતરાનુ મોઢુ પણ લગાવી દીધુ હતુ જે દેખાવમાં કાળા રંગનુ હતુ. આ દરમિયાન સ્ટેશન પર કપલે ફોટોશૂટ પણ કરાવ્યુ. એક ફોટોમાં પતિ આર્થરના ગળામાં ચેનથી બનેલો પટ્ટો બાંધીને ખેંચતી દેખાય રહી છે . જ્યારે કે એક સ્થાન પર બંને ખરીદી પણ કરતા દેખાય રહ્યા છે. 
 
આ કપલની કેટલીક તસ્વીરો પણ વાયરલ થઈ છે. તસ્વીરોમાં દેખાય રહ્યુ છે કે લોકો તેમને તાકી રહ્યા છે. કપલે પોતે જણાવ્યુ કે લોકો અમને જોઈને નવાઈમાં આવી ગયા. સ્ટેશન પર ગયા પછી તેઓ બંને અન્ય સાર્વજનિક સ્થાન પર પણ આવી ગયા. એક તસ્વીરમાં પતિ પોતાની પત્નેને સૈડલ પહેરાવતો દેખાય રહ્યો છે. એવુ લાગી રહ્યુ છે કે જાણે કે તે તેને ખરીદવાના છે. 
 
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે કપલે જણાવ્યુ કે આ રીતે કૂતરુ બનીને સાર્વજનિક સ્થાન પર જવાથી સેક્સની ઈચ્છા વધે છે અને રોમાંસ વધે છે. હાલ આ કપલની વિચિત્ર હરકત જોઈને લોકો નવાઈ પામી રહ્યા છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર જેવી વાયરલ થઈ, લોકો આ બંનેના મજા લેવા માંડ્યા.