સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (09:47 IST)

આગામી 3 દિવસમાં ઠંડીનો ચમકારો વધશે, જાણો માવઠાને લઇને શું છે આગાહી

અરબ સાગરમાં ગત થોડા દિવસોથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. જોકે સમુદ્રમાં લો પ્રેશર બનતાં હજુ 4 થી 5 દિવસ સુધી માછીમારોને સમુદ્ર ન જવાની સલાહ આપવામાં આવી છે. 
 
તમને જણાવી દઇએ કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની શક્યતા નહિવત્ છે.  અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
 
વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
 
હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે અરબી સમુદ્રમાં ડિપ્રેશનના લીધે ગુજરાતના હવામાન પર કોઇ અસર જોવા મળશે નહી. જોકે ગુજરાતમાં ગમે ત્યારે વરસાદની સંભાવના નથી. જોકે ત્યારબાદ પણ તેમણે તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવાનો આદેશ આપ્યો છે.