રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (18:18 IST)

ગુજરાતીઓની દિવાળીની ઉજવણી અને વેકેશન ટ્રિપ શુ કોરોનાની ત્રીજી લહેરને આપશે આમંત્રણ ?

1 નવેમ્બરે માત્ર 4 શહેર અને 4 જિલ્લાઓ સુધી જ સિમિત રહેલો કોરોના હવે 5 શહેર અને 8 જિલ્લાઓ સુધી પ્રસરવા લાગ્યો છે. દિવાળી વેકેશનમાં ગુજરાતીઓ ગોવાથી લઈ રાજસ્થાન અને હિમાચલ સુધી ફરવા નીકળી પડ્યા હતા. માત્ર એટલું જ નહીં, ગીરમાં તો હજુ પણ રિસોર્ટ હાઉસફૂલ છે, ત્યારે હવે નાગરિકોની બેદરકારી નવી આફત ન નોતરે તો જ નવાઈ.
 
તબીબોએ આગામી 10 દિવસને ગંભીર ગણાવ્યા છે. દિવાળીમાં લોકો ખરીદારી તેમજ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભેગા થયા હોવાને કારણે ચિંતા વ્યક્ત કરી છે. કોરોના કેસો ફરી પાછા વધે તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારી રાખવામાં આવી છે. વેક્સિનેશન ભલે થયું હોય પરંતુ સાવચેતી જરૂરી છે.
 
લોકો જે પ્રમાણે બેદરકારીપૂર્વક બજારમાં માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે એ ભારે પડી શકે છે. લોકો કોરોનાને જ નોતરી રહ્યા છે. સરકારે પણ કડક વલણ રાખવું જોઈએ, નહિ તો ત્રીજી લહેર પણ આવી જશે અને એ ઘાતક સાબિત થશે. જેઓ માસ્ક નથી પહેરતા તેઓ પોતાનું અને બીજાનું જોખમ વધારી રહ્યા છે. માસ્ક વગર ફરતા લોકોથી ચોક્કસ ઝડપથી અને ભયાનક ત્રીજી લહેર આવી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કેસ ઘટી રહ્યા છે, પણ એનો અર્થ એ નથી કે કોરોના અટકી ગયો છે. કોરોના સામે વેક્સિન એ એક જ રામબાણ ઇલાજ છે, વેક્સિન એ જ એની દવા છે. ત્યારે દરેક લોકોએ એ અચૂક લેવી જોઈએ.